દેશદ્રોહી છે ઓવૈસી, કાયમ માટે જેલમાં ધકેલી દોઃ ભાજપના સાંસદ ભડકયા


હૈદરાબાદ, તા. 27. ડિસેમ્બર, 2019 ગુરૂવાર

તેલંગાણાના ભાજપના સાંસદ અરવિંદ ધર્મપુરીએ મુસ્લિમ આગેવાન અને AIMIMના ચીફ અસદુદ્દીન ઓવૈસીનો જોરદાર વિરોધ કર્યો છે.

ધર્મપુરીએ આરોપ લગાવ્યો છે કે, ઓવૈસી દેશદ્રોહીની જેમ વર્તાવ કરી રહ્યા છે અને તેમની સામે રાજદ્રોહનો કેસ કરીને તેમને જેલ મોકલવા જોઈએ.

ઓવૈસીએ ધર્મપુરીના મતવિસ્તાર નિઝામાબાદમાં સભા કરી હતી.જેને લઈને ધર્મપુરીએ કહ્યુ હતુ કે, ઓવૈસીના મતે જો નાગરિકતા બિલ બંધારણની વિરુધ્ધ હોય તો તેઓ અહીંયા સભા સંબોધી નહી શકે કારણકે નિઝામાબાદમાં કોર્પોરેશન ચૂંટણીના કારણે આચારસંહિતા લાગુ છે.મેં આ બાબતે તંત્રનુ ધ્યાન દોર્યુ છે.

તેમણે કહ્યુ હતુ કે, ઓવૈસી દેશના ભાગલા પડાવવા માંગે છે.તેઓ એ લોકો માટે લડવા માંગે છે જે બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ઘૂસણખોરો છે?ઓવૈસી એક દેશદ્રોહીની જેમ વરતી રહ્યા છે.તેમની સામે રાજદ્રોહનો કેસ કરીને તેમને કાયમ માટે જેલમાં ધકેલી દેવા જોઈએ.Source link