તેઓ નેતાઓને કહેતા હતા કે હું અહીં રિંગણાં વેચવા નથી આવ્યો, CM બનવા આવ્યો છું: ગહેલોત


જયપુર, તા. 20 જુલાઈ 2020, સોમવાર

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતે કોંગ્રેસના બાગી નેતા સચિન પાયલટ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ(સચિન પાયલટ) 6 મહિના પહેલાથી ભાજપ સાથે મળીને ષડ્યંત્ર કરી રહ્યાં હતા. ગહેલોતે સચિન પાયલટનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તેઓ નેતાઓને કહેતા હતા કે, હું અહીં રિંગણાં વેચવા નથી આવ્યો, CM બનાવા આવ્યો છું.

તેમણે કહ્યું કે, એક શબ્દ કોઈએ સચિન પાયલટ વિરુદ્ધ નથી બોલ્યો. મેં બધાને કહ્યું કે પાયલટનું સમ્માન કરો, તેમ છતાં તેમણે પીઠમાં ખંજર ભોંક્યું. જે અત્યારે થયું છે તે પહેલાં ખેલ થવાનો હતો. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષ બનવાના સપના જુઓ અને મુંબઈના કોર્પોરેટ હાઉસ તેને સ્પોન્સર કરે. તેમણે હરીશ સાલ્વેને પોતાના વકિલ રાખ્યા. કોર્પોરેટ હાઉસના વકિલ છે. તેમની ફી 50 લાખ રૂપિયા હોય છે. તે લોકો છે આ. પૈસા કોઈ આપી રહ્યાં છે? મોદીજીને ખુશ કરવા ષડ્યંત્ર થઈ રહ્યું છે. કોંગ્રેસની સરકાર તોડવા માટે મોટું ષડ્યંત્ર થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે, બહૂમત તેમની સાથે છે અને સરકારને કોઈ વાંધો નથી. ગહેલોતે પત્રકારોને કહ્યું કે, રાજસ્થાન એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં સાત વર્ષમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને બદવાની ક્યારેય માંગ નથી થઈ છે. અમને ખબર હતી કે અહીં કંઈ નથી થઈ રહ્યું. અમે જાણતા હતા કે તેઓ નકમ્મા અને નાકારા છે, તેમ છતાં પાર્ટીના હિતને જોતા અમે ક્યારેય સવાલ નથી ઉઠાવ્યા.Source link

અશોક ગેહલોતનો સૌથી મોટો હુમલો- 'જાણતો હતો કે પાયલટ તુચ્છ, નકામો અને દગાબાજ છે'


નવી દિલ્હી, તા. 20 જુલાઈ 2020, સોમવાર

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એક વખત સચિન પાયલટ પર આકરો હુમલો કર્યો છે. અશોક ગેહલોતે સોમવારે સચિન પાયલટે કોંગ્રેસની પીઠમાં છરી ભોંકવાનું કામ કર્યું છે તેવો આક્ષેપ કર્યો હતો અને પાયલટને બહુ નાની ઉંમરે ઘણું બધું મળી ગયું તેવો કટાક્ષ કર્યો હતો. ગેહલોતના કહેવા પ્રમાણે તેમને ખબર જ હતી કે પાયલટ નકામી વ્યક્તિ છે. ઉલ્લેખનયી છે કે અગાઉ પણ રાજસ્થાનના મુખ્યમંત્રીએ સચિન પાયલટ પર નિશાન સાધેલું છે. 

આજે અશોક ગેહલોતે કહ્યું કે, ‘અમે કદી સચિન પાયલટ સામે સવાલ નથી કર્યો. સાત વર્ષની અંદર એક રાજસ્થાન જ એવું રાજ્ય છે જ્યાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને બદલવાની માંગ નથી થઈ. અમે જાણતા હતા કે તે તુચ્છ અને નકામો હતો પરંતુ હું અહીં રીંગણા વેચવા નથી આવ્યો, મુખ્યમંત્રી બનીને આવ્યો છું. અમે નથી ઈચ્છતા કે કોઈ તેમના વિરૂદ્ધ બોલે, બધાએ તેમને સન્માન આપ્યું છે.’

બીજેપી ફન્ડિંગ કરતી હોવાનો આરોપ

મુખ્યમંત્રી અશોક ગેહલોતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી પર એવો આરોપ લગાવ્યો કે જે ખેલ હાલ બન્યો તે 10મી માર્ચે બનવાનો હતો. 10 માર્ચના રોજ ગાડી માનેસર માટે રવાના થઈ હતી પરંતુ ત્યારે અમે તે મુદ્દો બધાના સામે લાવ્યા હતા. અશોક ગેહલોતના કહેવા પ્રમાણે સચિન પાયલટ કોંગ્રેસના અધ્યક્ષ બનવા ઈચ્છતા હતા અને મોટા મોટા કોર્પોરેટર્સ તેમનું ફન્ડિંગ કરી રહ્યા છે. ભાજપ દ્વારા પણ ફન્ડિંગ થઈ રહ્યું છે પરંતુ અમે તમામ ષડયંત્ર નિષ્ફળ બનાવ્યું. 

રાજસ્થાનના મુખ્યમંત્રીએ જણાવ્યું કે આજે દેશમાં ગુંડાગીરી થઈ રહી છે. મન પડે તેમ છાપેમારી થઈ રહી છે. મને બે દિવસ પહેલા જ ખબર પડી ગઈ હતી કે મારા અંગત ગણાતા લોકોના ત્યાં દરોડો પડશે. અશોક ગેહલોતે સવાલ કર્યો હતો કે, આજે જેટલા વકીલો સચિન પાયલટના સમર્થનમાં કેસ લડી રહ્યા છે તે બધા મોંઘી ફી લેનારા વકીલો છે તો તે પૈસા ક્યાંથી આવે છે. શું સચિન પાયલટ તે પૈસા આપી રહ્યા છે?

અશોક ગેહલોતે સચિન પાયલટ પર નિશાન સાધતા કહ્યું કે, પાયલટ સાહેબ ગાડી ચલાવીને જાતે દિલ્હી જતા હતા, સંતાઈને જતા હતા. અમે સચિન પાયલટના ષડયંત્રનો પર્દાફાશ કર્યો. આના પાછળ ભાજપની રમત છે. જે ધારાસભ્યો અમારા ત્યાં રોકાયા છે તેમને કોઈ વાંધો નથી પરંતુ માનેસરમાં ધારાસભ્યો પાસેથી મોબાઈલ છીનવી લેવાયો છે અને તેઓ રડી રહ્યા છે. 

ઉલ્લેખનીય છે કે એક બાજુ કોંગ્રેસનું નેતૃત્વ સચિન પાયલટને પાછા લાવવા પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ બીજી બાજુ અશોક ગેહલોત તેમના પર સીધા આક્ષેપો કરી રહ્યા છે. અગાઉ પણ ગેહલોતે પાયલટ પર નિશાન સાધ્યું હતું અને અમારા ડેપ્યુટી સીએમ જ સરકાર તોડવામાં લાગેલા તેવો આરોપ મુક્યો હતો. Source link

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાયા, વાઘાણીને બદલે હવે સી.આર.પાટીલની વરણી


અમદાવાદ, તા. 20 જુલાઈ 2020 સોમવાર

રાજ્યમાં ભાજપના પ્રદેશ પ્રમુથ તરીકે સી.આર.પાટીલની ભાજપા પ્રમુખ તરીકે પસંદગી કરવામાં આવી છે. સી.આર.પાટીલ નવસારીના સાસંદ છે. જીતુ વાઘાણીને બદલે સી.આર.પાટીલની પ્રદેશ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.

તાજેતરમાં કેન્દ્રીય નેતૃત્વ દ્વારા દિલ્હી, છત્તીસગઢ અને મણિપુરના ભાજપના પ્રમુખની ટર્મ પૂરી થતાં તેમને પદ પરથી દૂર કરાયા છે, ત્યાર બાદથી ગુજરાત ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીના ભાવિ પર પણ અટકળો શરૂ થઈ ગઈ હતી.

મુખ્યમંત્રીનું પદ સંભાળનારા વિજય રૂપાણીની જગ્યાએ ઓગસ્ટ, 2016માં જ્યારે વાઘાણીની નિમણૂક કરવામાં આવી ત્યારે તેઓ સૌથી યુવા પ્રદેશ પ્રમુખ બન્યા. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ વાઘાણી પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેઓ 2017માં ફરીથી ભાવનગરની બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા. પ્રદેશ પ્રમુખ પદે તેમની નિયુક્તિ કરાઈ તે પહેલા તેઓ પક્ષની યુવા વિંગ સાથે કામ કરતાં હતા. જીતુ વાઘાણીની આ પદે ત્યારે નિમણૂક કરાઈ હતી જ્યારે રાજ્યમાં પાટીદાર આંદોલન અને અન્ય આંદોલનની શરૂઆત થઈ રહી હતી.

રાજ્યમાં ઘણા પડકારો હોવા છતાં ભાજપે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અને 2019ની લોકસભાની ચૂંટણીમાં સારૂં પ્રદર્શન કર્યું હતું. Source link

બ્રિટન પર ભડક્યું ચીન, કહ્યું- અમેરિકાની ધૂન પર નાચવાનું બંધ કરો


બેઈજિંગ, તા. 20 જુલાઈ 2020, સોમવાર

બ્રિટન અને ચીન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે. તેને અનુસંધાને બ્રિટનના વિદેશ મંત્રીએ રવિવારે એવા સંકેત આપ્યા હતા કે બ્રિટન હોંગકોંગ સાથેની પ્રત્યાર્પણ સંધિનો અંત લાવી શકે છે. ચીને હોંગકોંગમાં નવો રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કર્યો તેનો બ્રિટન વિરોધ કરી રહ્યું છે. બ્રિટનના કહેવા પ્રમાણે રાષ્ટ્રીય સુરક્ષા કાયદાના માધ્યમથી ચીન હોંગકોંગની સ્વાયત્તતા ખતમ કરવા માંગે છે. 

બ્રિટન અને ચીન બંને સતત એક બીજા વિરૂદ્ધ નિવેદનો આપી રહ્યા છે. બ્રિટનના વિદેશ મંત્રી ડોમિનિક રાબે રવિવારે બેઈજિંગ પર શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમો વિરૂદ્ધ ગંભીર રીતે માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ મુક્યો હતો. તેના જવાબમાં બ્રિટનના ચીની રાજદૂતે એમ કહ્યું હતું કે જો બ્રિટન કથિત માનવાધિકારના ઉલ્લંઘનને લઈ તેના કોઈ અધિકારી પર પ્રતિબંધ મુકશે તો તેઓ પણ તેનો જડબાતોડ જવાબ આપશે. 

ચીની રાજદૂતે એમ પણ કહ્યું હતું કે બ્રિટને અમેરિકાના ઈશારે ન ચાલવું જોઈએ. હોંગકોંગ મુદ્દાને લઈ ચીન અને બ્રિટન બંને પહેલેથી જ સામસામે છે. હોંગકોંગ બ્રિટિશ વસાહત રહી ચુક્યું છે. બ્રિટને 1997માં હોંગકોંગને સ્વાયત્તતાની શરત સાથે ચીનને સોંપ્યું હતું. જો કે નવા રાષ્ટ્રીય સુરક્ષા કાયદાને લઈ બ્રિટને કહ્યું કે, તેનાથી 1997ની સમજૂતીનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. હોંગકોંગ અને ઉઈગર મુસ્લિમો મુદ્દે ચીનની ટીકા સિવાય બ્રિટને 5જી મોબાઈલ નેટવર્કમાંથી ચીની કંપની હ્યુવેઈને દૂર કરી છે જેથી બંને દેશ વચ્ચેનો ખટરાગ વધ્યો છે. 

રાબના કહેવા પ્રમાણે બ્રિટન ચીન સાથે સારા સંબંધો ઈચ્છે છે પરંતુ શિનજિયાંગ પ્રાંતમાં ઉઈગર મુસ્લિમોની નસબંધી અને તેમને પ્રશિક્ષણ કેમ્પમાં રાખી ટાર્ગેટ કરવામાં આવે છે તે મુદ્દે ચૂપ નહીં રહી શકે. તેમણે એક ઈન્ટર્વ્યુમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે શિનજિયાંગ પ્રાંતમાં ખૂબ જ ખરાબ રીતે માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે. અમે અમારા આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે મળીને આ મુદ્દે કામ કરીશું. તે ખૂબ જ ચિંતાજનક છે.

આ તરફ ચીની રાજદૂત લિયુ શિયામિંગે શિનજિયાંગ પ્રાંતમાં મોનિટરિંગ કેમ્પ હોવાના સમાચારને રદિયો આપ્યો હતો. જ્યારે ચીની રાજદૂતને ડ્રોન ફુટેજ અંગે પુછવામાં આવ્યું જેમાં ઉઈગર મુસ્લિમોની આંખે પટ્ટી બાંધીને તેમને ટ્રેનમાં લઈ જવાઈ રહ્યા હતા ત્યારે તેમણે ચીન વિરૂદ્ધ તમામ ખોટા આરોપો લગાવાઈ રહ્યા હોવાનો દાવો કર્યો હતો. 

લિયુ શિયામિંગે કહ્યું હતું કે, ‘જો બ્રિટિશ સરકાર કોઈ ચીની વ્યક્તિ પર પ્રતિબંધ મુકવાનું શરૂ કરશે તો ચીન પણ તેનો ચોક્કસથી જવાબ આપશે. તમે જોયું જ હશે કે અમેરિકામાં શું બન્યું. તેઓ ચીની અધિકારીઓ પર પ્રતિબંધ મુકે છે અને અમે તેમના સાંસદો, અધિકારીઓ પર પ્રતિબંધ મુકીએ છીએ. હું નથી ઈચ્છતો કે ચીન અને બ્રિટન વચ્ચેના સંબંધોમાં પણ બદલાની કાર્યવાહી જોવા મળે.’ વધુમાં કહ્યું કે, બ્રિટનની પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ હોવી જોઈએ, તેણે અમેરિકાની ધૂન પર ન નાચવું જોઈએ. હ્યુવેઈ મામલે પણ આમ જ બન્યું છે. હકીકતે અમેરિકા ઘણા લાંબા સમયથી બ્રિટન પર ચીની કંપની પર પ્રતિબંધ મુકવા દબાણ કરી રહ્યું હતું. 

ચીન સરકારના પ્રવક્તાએ પણ તાજેતરમાં બ્રિટન અને અમેરિકા વચ્ચે સાંઠગાંઠનો આરોપ મુક્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીની કંપની હ્યુવેઈને નુકસાન પહોંચાડવા અને ચીની કંપનીઓ સાથે ભેદભાવ કરી તેમને બહાર કાઢવા બંને દેશ સાથે મળીને કામ કરી રહ્યા છે. Source link

OMG! દેડકા બાદ હવે આ જગ્યાએ દેખાયો પીળા રંગનો કાચબો, ટ્વીટર પર વીડિયો થઈ રહ્યો છે વાયરલ


 
બાલાસોર, તા. 20 જુલાઇ 2020, સોમવાર

ઓડિશાના બાલાસોર જિલ્લાના સુજાનપુર ગામમાં એક દુર્લભ પીળા રંગના કાચબાને સ્થાનિક દ્વારા બચાવવામાં આવ્યો છે. ત્યારબાદ તે અજીબ કાચબાને વન વિબાગને સોપી દેવામાં આવ્યો હતો. વન્યજીવ વાર્ડને કહ્યુ કે, આ એક દુર્લભ કાચબો છે, મે આ જ સુધી આ પ્રકારનો કાચબો ક્યારેય પણ જોયો નથી.

ભારતીય વન સેવા (IFS)ના અધિકારી સુશાંત નંદાએ પણ નાના કાચબાનો એક વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં લખ્યુ છે કે, લગભગ આ એક અલ્બિનો હશે. તેમણે એક વાસણની અંદર પાણીમાં તરતા કાચબાનો વીડિયો પણ શેર કર્યો છે. તેમણે લખ્યુ કે, કેટલાક વર્ષો પહેલા સિંધમાં સ્થાનીય લોકો દ્વારા આ પ્રકારના એક કાચબાનુ રેસ્ક્યૂ કરવામાં આવ્યુ હતુ. તેમણે કહ્યુ કે, ગુલાબી આંખો એલ્બિનિજમની એક સાંકેતિક વિશેષતા છે.

ટ્વીટર પર ઘણા લોકોએ કહ્યુ કે, તેમણે પહેલા ક્યારેય પણ પીળા રંગના કાચબા જોયા નથી. એક ટ્વીટર યૂઝરે લખ્યુ કે, મને લાગે છે કે, આ એલ્બિનિજન છે. અમે અન્ય જાનવરોમાં પણ આ પ્રકારનુ જોયુ છે. હાલમા જ તેમણે કાજીરંગામાં એક અલ્બિનો વાઘ જોયો હતો. તો એક યૂઝરે લખ્યુ કે, કંઈપણ નવુ નથી, આ એક અલ્બિનો ઈંડિયન ફ્લેપશેલ કાચબો છે. આ કાચબો સમગ્ર ભારતમાં મળી આવે છે. જોકે, વિશેષ રૂપથી આ ઘણો ખાસ છે કારણ કે, 10 હજાર બાળકોમાંથી માત્ર એક જ એલ્બિનો હોય છે.

દુર્લભ જાતિના પીળા દેડકા મોટી સંખ્યામાં જોવા મળ્યા
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા મધ્યપ્રદેશનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. મધ્યપ્રદેશનાં નરસિંહપુર જિલ્લાના એક તળાવમાં દુર્લભ જાતિના સેંકડો દેડકા બહાર આવી રહ્યા છે. આ પીળા દેડકા જોઈને ખેડુતો પોતપોતાના હિસાબથી અનુમાન લગાવી રહ્યા છે. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લાના આમગાવ બારામાં વરસાદ પડતાની સાથે જ દુર્લભ જાતિના પીળા દેડકા મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ઘેરા પીળા રંગનાં દેડકાને જોઇને સામાન્ય લોકો ઝેરી હોવાની દહેશત અનુભવતા હતા અને લોકો તેમના ડરથી ભાગવા લાગ્યા હતા. તેમને મારવાની કોશિશ પણ કરવામાં આવી હતી.Source link

છત્તીસગઢ ગોબર ખરીદનારું પહેલું રાજ્ય બન્યું


-હરિયાલી અમાસના દિને આજે થયો શુભારંભ

-ખેડૂતો માટે રાજ્ય સરકાર ગોબર ખરીદશે

રાયપુર તા.20 જુલાઇ 2020 સોમવાર

ખેડૂતોના લાભાર્થે ગાયનું છાણ (ગોબર) ખરીદવાની પોતાની યોજનાનો છત્તીસગઢ સરકારે આજે અમલ શરૂ કર્યો હતો.

હરિયાલી અમાસ નિમિત્તે રાયપુરમાં યોજાએલા એક સમારોહમાં છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બધેલે આ યોજનાનો શુભારંભ કર્યો હતો. આ યોજના શરૂ કરવાની જાહેરાત ગયા મહિને બધેલે કરી હતી ત્યારે કહ્યું હતું કે આવતા મહિને આ યોજના શરૂ થશે.

તદનુસાર આજે આ યોજનાના શ્રીગણેશ મંડાયા હતા. રાજ્ય સરકાર ગોધન ન્યાય યોજના અન્વયે ગોબર ખરીદશે. એ માટે ગોબરની કિલો દીઠ કિંમત પણ નક્કી કરવામાં આવી હતી. આ પ્રકારની યોજના શરૂ કરનારું છત્તીસગઢ દેશનું પહેલું રાજ્ય છે. બધેલે કહ્યું કે રાજ્યના દરેક ગામમાં ગોઠાન સમિતિ અને સ્વયંસેવી સંસ્થા શરૂ કરવામાં આવશે.

ખેડૂતોને વર્મી કલ્ચર ધરાવતું પૌષ્ટિક ખાતર મળી રહે એવા હેતુથી બે રૂપિયે કિલો ગોબર ખરીદીને એના દ્વારા વિવિધ વસ્તુઓ તૈયાર કરવામાં આવશે. ગોબરમાંથી બનનારું વર્મી કલ્ચર ખાતર આઠ રૂપિયે કિલોના હિસાબે ખેડૂતોને પૂરું પાડવામાં આવશે.

બધેલના એક સનદી અધિકારીએ કહ્યુંકે રાજ્યમાં ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા અને રાસાયણિક ખાતર દ્વારા પેદા થતા આરોગ્ય માટે નુકસાનકારક અનાજથી લોકોને બચાવવા આ યોજના શરૂ કરાઇ હતી. શહેરી વિસ્તારોમાં 377 અને ગ્રામ વિસ્તારોમાં 2408 ગોઠાનમાં ગોબરની ખરીદી કરવામાં આવશે. તબક્કાવાર રાજ્યની 11,630 ગ્રામ પંચાયતોમાં એકવાર ગોઠાન રચાઇ જાય ત્યારબાદ ત્યાં પણ ગોબર ખરીદવાની વ્યવસ્થા કરવામાં આવશે. 

આ યોજના દ્વારા ખેડૂતો અને પશુપાલકોને સહાયરૂપ થવાની અમારી ભાવના છે. ગોબરમાંથી બનનારી ચીજો દ્વારા ગ્રામ વિસ્તારોમાં પણ રોજગારની નવી તકો ઊભી થશે.

તેમણે વધુમાં કહ્યું કે છેલ્લા થોડા સમયથી ઓર્ગેનિક આહારનો મહિમા ફરી લોકપ્રિય થઇ રહ્યો હતો. ગોવંશ અને પંચગવ્યની માગ પણ ફરી એકવાર લોકોમાં વધી હતી એટલે રાજ્ય સરકારે આ પગલું લીધું હતું. આવી યોજના શરૂ કરનારું અમારું રાજ્ય દેશનું સર્વપ્રથમ રાજ્ય છેSource link

ભૂકંપની ઝડપી ચેતવણી માટે Google લાવ્યું નવી યોજના, સુંદર પિચાઈએ કર્યો ખુલાસો


નવી દિલ્હી, તા. 20 જુલાઈ 2020, સોમવાર

ગૂગલ અને આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈએ કરેલા દાવા પ્રમાણે ગૂગલે ઘણા સમયથી એવી તકનીકો સાથે પ્રયોગ શરૂ કરી દીધા છે જે ભૂકંપ અને સુનામીનું કંપન બહુ પહેલાથી જ ઓળખી લે. આ માટે કંપની સમુદ્રની અંદર જ ફાઈબર કેબલ્સનો ઉપયોગ કરશે. આ કેબલ્સ સુનામી અને ભૂકંપ આવે તેના પહેલા જ તેને ઓળખી લેવા સમર્થ હોય છે અને તેને એક વોર્નિંગ સિસ્ટમ તરીકે ઉપયોગમાં લઈ શકાશે. 

આ ઓપ્ટિકલ ફાઈબર કેબલ્સ 100 કિમી સુધીના ક્ષેત્રમાં કોઈ પણ હલન ચલન ઓળખવા ઉપયોગમાં લેવાય છે. ગૂગલે એક એવી તકનીક વિકસાવી છે જે એક મોટા વિસ્તારને કવર કરી શકે તેમ છે. ગૂગલના કહેવા પ્રમાણે તેઓ સમુદ્રની સપાટી પર કોઈ પણ હલન ચલન ઓળખવા પહેલેથી જ ઉપસ્થિત ફાઈબર કેબલ્સનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીએ પોતાની એક બ્લોગ પોસ્ટમાં લખ્યું હતું કે, ‘હજું પણ બીજું ઘણું સારૂ છે અને અમારી તકનીક એ ઉપકરણો પર નિર્ભર કરે છે જે સમગ્ર વિશ્વમાં ઉપસ્થિત મોટા ભાગની ફાઈબર ઓપ્ટિક સિસ્ટમ પાસે છે. આ કારણે તે મોટા સ્તરે લાગુ કરી શકાશે.’

ગૂગલના કહેવા પ્રમાણે આ ઓપ્ટિક ફાઈબર્સ સમુદ્રની સપાટી દ્વારા વિવિધ મહાદ્વીપોને જોડી શકે છે જેના દ્વારા મોટા ભાગનો ઈન્ટરનેટ ટ્રાફિક પસાર થાય છે. વધુમાં લખ્યું હતું કે, સમુદ્રની નીચે પાથરેલું ગૂગલ ગ્લોબલ નેટવર્ક સૂચનાઓને સમગ્ર વિશ્વમાં પ્રકાશની ઝડપે શેર કરવાનું, મોકલવાનું અને મેળવવાનું શક્ય બનાવે છે. 

આ કેબલ્સ ઓપ્ટિકલ ફાઈબર્સથી બને છે જે ડેટાને ‘લાઈટ પલ્સ’ તરીકે 2,04,190 કિમી પ્રતિ સેકન્ડની ઝડપે લઈ જઈ શકે છે. તે જ્યાં પહોંચે ત્યાં તેની ખામી સુધારવા માટે એક ડિજિટલ સિગ્નલ પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આ ઓપ્ટિકલ ટ્રાન્સમિશનના એક હિસ્સા તરીકે ટ્રેક કરવામાં આવે છે ત્યારે પ્રકાશ સ્ટેટ ઓફ પોલરાઈઝેશન (SOP)ની અવસ્થામાં હોય છે. 

ગૂગલના કહેવા પ્રમાણે કેબલ સાથે મશીની મુશ્કેલીઓની પ્રતિક્રિયામાં SOPમાં ફેરફાર થાય છે. આ મુશ્કેલીઓને ટ્રેક કરવાથી આપણને ભૂકંપીય હલચલ પકડવામાં મદદ મળે છે. ગૂગલે 2013માં આ પ્રોજેક્ટની શરૂઆત કરી હતી અને 2019માં તેના માટે પહેલો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ત્યારથી આ તકનીક મેક્સિકો અને ચિલીમાં હળવા ભૂકંપોને પહેલેથી ઓળખી શકી છે. જો આ તકનીક સફળતાપૂર્વક લાગુ થશે તો લાખો લોકોની જિંદગી બચાવી શકાશે. Source link

ભારતીય સેનાની તૈયારીથી ચીન ભયભીત, તિબેટમાં તૈનાત કરી 'ઉડતી હોસ્પિટલ'


તિબેટ, તા. 20 જુલાઈ 2020, સોમવાર

લદ્દાખમાં ભારતીય સેનાની જોરદાર તૈયારી અને ગાલવાન ઘાટીમાં મળેલા જડબાતોડ જવાબથી ડરી ગયેલા ચીને પ્રથમ વખત તિબેટમાં પોતાની ઉડતી હોસ્પિટલ તૈનાત કરી છે. આ ઉડતી હોસ્પિટલની મદદથી ચીન પોતાના ઘાયલ સૈનિકોને હજારો કિમી દૂર આવેલી હોસ્પિટલ પહોંચાડી શકશે. એક અહેવાલ પ્રમાણે ચીનને એવો ભય છે કે જો ભારત સાથે સંઘર્ષ થશે તો તેને તાત્કાલિક મેડિકલ સહાયની જરૂર પડશે. ચાલો જાણીએ ચીનની ઉડતી હોસ્પિટલની ખાસ વાતો…

તિબેટમાં ચીની સૈન્ય હોસ્પિટલ બિસ્માર

ભારતની સરહદને અડીને આવેલા આ વિસ્તારમાં ચીની સેનાની સ્વાસ્થ્ય સુવિધાઓ ખૂબ જ ખરાબ છે અને આ કારણે મજબૂરીવશ Y-9 મેડિકલ એરક્રાફ્ટ તૈનાત કરવા પડ્યા છે. એક અહેવાલ પ્રમાણે ચીની સેનાના યુદ્ધાભ્યાસ દરમિયાન એક અધિકારી ખરાબ રીતે ઘવાયો હતો. આ ઘાયલ અધિકારીને સારી સારવાર મળી રહે તે માટે 5,200 કિમી દૂર આવેલી હોસ્પિટલ લઈ જવા Y-9 મેડિકલ એરક્રાફ્ટ મોકલવામાં આવ્યું હતું. આ પ્લેનની મદદથી તે અધિકારીને શિજિંગની હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. 

અથડામણમાં બચાવાશે જીવ

બેઈજિંગના સૈન્ય સૂત્ર દ્વારા મળતા અહેવાલ પ્રમાણે આ પ્લેનનો ઉદ્દેશ્ય ઉંચાઈવાળા વિસ્તારોમાં અને ખાસ કરીને ભારતીય સરહદે સ્વાસ્થ્ય સુવિધાઓને વધુ સારી બનાવવાનો છે. ભારત અને ચીનની સરહદ હજારો કિમી લાંબી છે અને કોઈ સ્પષ્ટ સીમા રેખા નથી. ગત મહીને ગાલવાન ઘાટીમાં થયેલા લોહીયાળ સંઘર્ષમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા અને ચીને પોતાના કેટલા સૈનિકો મર્યા તેનો કોઈ ખુલાસો નહોતો કર્યો. ચીની સૈન્ય સૂત્રો દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે ભારત કરતા ઓછી સંખ્યામાં સૈનિકો મર્યા હતા જ્યારે ભારતીય અને અમેરિકી સૂત્રોએ કરેલા દાવા પ્રમાણે આશરે 40 ચીની સૈનિકો માર્યા ગયા હતા. 

Y-9 ઉડતી હોસ્પિટલ અનેક સુવિધાથી સજ્જ

ચીની સૂત્રોના કહેવા પ્રમાણે ગાલવાન જેવી અથડામણ સર્જાય તો સ્વાસ્થ્ય સુવિધાઓ સદ્ધર હોય તે જરૂરી છે જેથી મૃતકોની સંખ્યા ઘટાડી શકાય. Y-9 એ ઉડતી હોસ્પિટલ છે અને તે ગંભીર રીતે ઘાયલ સૈનિકોનો જીવ બચાવવામાં ખૂબ ઉપયોગી થશે. તે સિવાય હિમાલયન ક્ષેત્રોમાં ભારત સાથે જોડાયેલી સરહદ પર અનેક હોસ્પિટલને ફર્સ્ટ એઈડ સહાયતા માટે હાયપર બેરિક ઓક્સિજન ચેમ્બરથી સજ્જ કરવામાં આવી છે. ચીન આ વિસ્તારમાં આવેલી પોતાની તમામ હોસ્પિટલને આધુનિક બનાવી રહ્યું છે. આ વિમાનને કાર્ડિયોગ્રામ મોનિટર, રેસ્પિરેટર અને અન્ય ઉપકરણો વડે સજ્જ કરવામાં આવ્યું છે. Source link

શરદ પવારનું વિધાન ભગવાન રામ વિરોધી છે


-તેજાબી ઉમા ભારતી પવાર પર વિફર્યા

-એક જવાબદાર નેતા આવું બોલી શી રીતે શકે

નવી દિલ્હી તા. 20 જુલાઇ 2020, સોમવાર

તેજાબી સાધ્વી ઉમા ભારતીએ એનસીપીના વરિષ્ઠ નેતા શરદ પવારની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે કોઇ જવાબદાર નેતા આવું બોલી જ શી રીતે શકે. પવારનું આ વિધાન વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નથી,  ભગવાન રામ વિરોધી છે.

હાલ ભાજપ અને કેન્દ્ર સરકાર અયોધ્યામાં રામ મંદિારના શિલાન્યાસની તૈયારીમાં વ્યસ્ત છે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને શિલાન્યાસ કરવા પધારવાની વિનંતી કરવામાં આવી હતી.  એ સંદર્ભમાં એનસીપીના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારે એેવો કટાક્ષ કર્યો હતો કે કેટલાક લોકોની માન્યતા એેવી છે કે રામ મંદિર બનશે એટલે કોરોના નષ્ટ થઇ જશે. કદાચ એટલે જ તેમણે શિલાન્યાસનો કાર્યક્રમ ગોઠવ્યો જણાય છે. અમારા માટે કોરોના મહામારી સામે લોકોને બચાવવાનો કાર્યક્રમ વધુ મહત્ત્વનો છે. 

શરદ પવારે સાવ હળવી રીતે આ વિધાન કર્યું હતું અને ભાજપના કોઇ સિનિયર નેતાએ પવારના આ વિધાન વિશે પ્રતિભાવ વ્યક્ત કર્યા નથી. મોટા ભાગના નેતાઓએ આ વિધાનની ખુલ્લી ઉપેક્ષા કરી હતી. પરંતુ ઉમા ભારતીથી રહેવાયું નહોતું. 

એક અભિપ્રાય મુજબ ઉમા ભારતી પક્ષના મોવડી મંડળ અને ખાસ તો વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગૃહ પ્રધાન અમિત શાહની અમી નજર મેળવવાના પ્રયાસો કરી રહ્યાં હતાં. એ પ્રયાસના એક ભાગ રૂપે ઉમા ભારતીએ શરદ પવારની ટીકા કરી હતી અને કહ્યું હતું કે શરદ પવારનું આ વિધાન વડા પ્રધાનની વિરુદ્ધ નથી, ભગવાન રામની વિરુદ્ધ છે. પવાર હિન્દુ છે પરંતુ એમને ભગવાન રામ માટે આદરભાવ હોય એેવું લાગતું નથી. 

શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે શનિવારે વડા પ્રધાનને રામ મંદિરના શિલાન્યાસ માટે આવતા મહિનાની બે તારીખો સૂચવી હતી. ત્રીજી અથવા પાંચમી ઑગસ્ટે વડા પ્રધાન આવે એેવી વિનંતી પણ કરવામાં આવી હતી. આજે સવારે વડા પ્રધાનના કાર્યાલયે પાંચમી ઑગસ્ટ પસંદ કરી હતી. યોગાનુયોગે આ તારીખે ગયા વરસે જમ્મુ કશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની 370મી કલમ રદ જાહેર કરાઇ હતી.Source link

કોરોના મહામારીમાં દર્દીઓ પાસેથી લૂંટ મચાવી રહી છે એમ્બ્યુલન્સ, 10 કિલોમીટરના 10,000 રૂપિયા


નવી દિલ્હી, તા. 20 જુલાઇ 2020, સોમવાર

દેશભરમા કોરોના મહામારી વચ્ચે એવી ફરીયાદ આવી રહી છે, જેમા દર્દી પાસેથી 10-15 કિલોમીટર માટે એટલા વધારે પૈસા લેવામા આવે છે કે, તે પૈસાથી ફલાઇટ મારફતે યૂરોપ જઇ શકાય.

કેટલાક રાજ્યોમા એમ્બ્યુલન્સનો ખર્ચ નિયંત્રણ કરવા માટે યોગ્ય પગલા લેવામા આવ્યા છે. જો કે કેટલાક રાજ્યોમા આ ચાર્જ ફી નક્કી કરવામા આવી હોવા છતાં તેઓ નિયમને નેવે મૂકીને વધુ પૈસા વસુલી રહ્યા છે.

મુંબઇમા 10-15 કિમી માટે 30,000 ચાર્જ

મુંબઇમા જ્યારે કોરોનાનુ સંક્રમણ ટોચ પર છે, ત્યારે 10-15 કિલોમીટરના અંતર માટે દર્દીઓ પાસેથી 30,000 રૂપિયા એટલે કે એક કિલોમીટર માટે 3,000 રૂપિયા સુધીનો ચાર્જ લેવાની ફરિયાદ આવી રહી છે. ત્યાર બાદ અંતે મહારાષ્ટ્ર સરકારએ આ બાબતે નિર્ણય લેવો પડ્યો. જૂનના અંતમા પુણેના એક કોવિડ દર્દી માટે શહેરના અંદર 7 કિલામીટર માટે 8,000 રૂપિયા લેવામા આવ્યા.

બેંગ્લોરમા 6 કિલોમીટર માટે 15,000 રૂપિયા ચાર્જ

બેંગ્લોરમા એક વ્યક્તિએ પોતાની 54 વર્ષીય માતાને 6 કિલોમીટર દૂર આવેલી ખાનગી હોસ્પિટલ પહોંચાડવા માટે 15,000 રૂપિયા આપ્યા. કલકત્તામા કોરોના દર્દીઓ માટે 5 કિલોમીટર સુધી આવવા-જવા માટે 6,000 થી 8,000 સુધીનો ચાર્જ લેવામા આવ્યો.

ફક્ત એમ્બ્યુલન્સ જ નહીં, પરંતુ પીપીઇ કિટ માટે અલગથી 3,000 રૂપિયા

આ લૂંટ ફક્ત 20-25% ભાડુ લેવાની જ ફરિયાદ નથી, પરંતુ ખાનગી એમ્બ્યુલન્સમા તો ડૉક્ટર, હેલ્પર, પીપીઇ કિટ, તેમજ સેનિટાઇઝર કરવા માટે અલગથી 3,000 રૂપિયા લેવામા આવે છે.

હૈદરાબાદમા તો એક વ્યક્તિ પાસેથી પોતાના ફેમિલી મેમ્બર માટે એક હોસ્પિટલેથી 20 કિલોમીટર દૂર સિકંદરાબાદના ગાંધી હોસ્પિટલ જવા માટે એક પ્રાઇવેટ ઓપરેટરે 11,000 રૂપિયા ખર્ચ લીધો હતો.  Source link